Thank you all for following my blog....Click Counter....!!

Friday, June 4, 2010

પ્રેમાળ પતિ


ક્લબમાં બાવન પાનાંની રમત જોરદાર જામી છે ત્યાં ટેબલ પર પડેલા એક મોબાઈલની રીંગ વાગે છે. રમતમાં મશગુલ એવો એક અઠંગ ખેલાડી ફોન લેવા માટે સ્પિકર ફોન ચાલુ કરીને હાથમાં પત્તાં રમાડતાં વાત શરુ કરે છે…

ખેલાડી - “એલાવ…”

સામે છેડે - “વ્હાલા, તું ક્લબમાં છો?”

ખેલાડી - “હા”

સામે છેડે - “હું અહીં મૉલમાં ખરીદી કરવા આવી છું અને મને જરી ભરતથી ભરેલી સાડી ગમી ગઈ છે, રૂ. ૫,૦૦૦ કહે છે લઈ લઉં?”

ખેલાડી - “લઈ લે ને, વહાલી, એમાં પુછવાનું હોય કાંઈ?”

સામે છેડે - “ઝવેરીનો ફોન આવ્યો તો, તેની પાસે નવી ડિઝાઈનના ડાયમંડસેટ આવ્યા છે, પસંદ પડે તો એકાદ લઈ લઉં?”

ખેલાડી -”શું રેંજમાં છે?”

સામે છેડે - “લાખ સવા લાખ સુધી થઈ જશે…”

ખેલાડી - “તારી ખુશી માટે સવા લાખ મંજુર છે.”

સામે છેડે - “ગાડીની ડિસ્કાઉન્ટ ઓફરનો આજે છેલ્લો દિવસ છે મારા માટે…”

ખેલાડી - ‘વ્હાલી આજે હું બહુ ખુશ છું, તેને જોઇતો મોડલ આજે જ નોંધાવી દેજે, કિંમતની ચિંતા ન કરતી”

સામે છેડે - સારું, રાતે વહેલા ઘરે આવજો, આઈ લવ યુ.”

ખેલાડી - “આઈ લવ યુ ટુ!”

ફોન મૂકાઈ ગયો, બધા ખેલાડી રમત છોડી તેની સામે જોઈ રહ્યા હતા અને વિચારતા હતા કે વાહ! આને ખરો પતિ કહેવાય! ત્યાં તેણે સ્મિત સાથે બધાને પૂછ્યું - “આ કોનો મોબાઈલ છે?”

No comments:

Post a Comment